(0278) 2424137

ઓનલાઈન વેબિનાર સિરિઝનું ફીનીશીંગ સ્કુલ

Finishing School Webinar Series-Upskill during Lockdown (ઓનલાઈન વેબિનાર સિરિઝનું ફીનીશીંગ સ્કુલ)

રજીસ્ટર કરવા માટે અહીં ક્લિક કરોવ્હાલા વિદ્યાર્થી મિત્રો,
એમ. જે. કૉલેજ ઑફ કોમર્સ,
ભાવનગર.
કુશળ હશો...


કોરોના વાઇરસ (Covid 19)ના વૈશ્વિક સંક્રમણ અને મહામારીના કારણે આપણે સૌ લોકડાઉનના આપત્તિકાળમાં છીએ ત્યારે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગુજરાત સરકાર દ્વારા આપ સર્વે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી તેમજ દૃઢ મનોબળ જળવાઇ રહે તે હેતુથી એક ઓનલાઈન વેબિનાર સિરિઝનું ફીનીશીંગ સ્કુલ અંતર્ગત કારકિર્દી વિષયક કૌશલ્ય વિકસે તે હેતુસર આગામી તા.1, મે 2020 થી ઓનલાઈન 'વેબિનાર'નુ આયોજન કરવામાં આવ્યું છે.

આ વેબિનારમા ઉચ્ચ કોટીના તજજ્ઞો જ્ઞાન-વર્ધક ઉપયોગી માહીતી આપને તા. 1/5 થી સવારે 9 થી 11 દરમ્યાન પુરી પાડશે.

આ જ્ઞાન મણકાના તજજ્ઞો સર્વશ્રી સુધા શાહ, શ્રી ઉદય ધોળકીયા, શ્રી મેઘના સોની, શ્રી પરેશ ભટ્ટ અને શ્રી મહેરનોશ દારૂવાલાના વિશેષ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થશે.

આ વેબિનાર પૂર્ણ થયે રજીસ્ટ્રેશન કરાવેલ તમામ વિદ્યાર્થીઓને ઈ-સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

આ વેબિનારમા જોડાવવા માટે નીચે મોકલેલ લીંક પર જઈ આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.

આપે આવતીકાલ તા 30/4/2020 સવારે 11 કલાક સુધીમા રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ છે.

તેની વધુ વિગત પણ તે લીંક પર ક્લિક કરવાથી પ્રાપ્ત થશે.

રજીસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો

આપ સૌ વિદ્યાર્થીઓ આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાઈ જ્ઞાન પ્રાપ્ત કરવા અનુરોધ છે.

-ડૉ. બી. પી. ગોહિલ
આચાર્ય,
એમ. જે. કૉલેજ ઑફ કોમર્સ
ભાવનગર.

Website Visits: Visitor Hit Counter